સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે દિલ્હીમાં બોમ્બ ધમકી
સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે દિલ્હીમાં બોમ્બ ધમકી
Published on: 15th August, 2026

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી વચ્ચે, દિલ્હીમાં હાઈકોર્ટ, એરપોર્ટ, લાલ કિલ્લો સહિત પાંચ સ્થળો પર બોમ્બ હુમલાની ધમકી આપતો ઈ-મેલ આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ. શનિવારે ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધન કરશે અને પહેલીવાર વંદેમાતરમ્ ગવાશે. જોકે, તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. આઈપી એડ્રેસ અને સર્વરની તપાસ ચાલી રહી છે.