કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી, ભારતીય મૂળના 5 યુવકોની ધરપકડ, કુલ 33 આરોપ લાગ્યા
કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી, ભારતીય મૂળના 5 યુવકોની ધરપકડ, કુલ 33 આરોપ લાગ્યા
Published on: 07th May, 2026

કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજાના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડૉલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ રૂપિયા)ની કિંમતના માલની ચોરીના આરોપમાં ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. શું હતી સમગ્ર ઘટના?અહેવાલ અનુસાર, આ ટ્રેલર નાયગ્રા પ્રદેશમાંથી ચોરાયું હતું. તેમાં મોટી માત્રામાં કાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદનો હતા, જે ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં સપ્લાય કરવાના હતા.