મૃત્યુ પામેલી વ્યક્તિનો વીમો ઉતારી લીધો
મૃત્યુ પામેલી વ્યક્તિનો વીમો ઉતારી લીધો
Published on: 06th October, 2026

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઇન્સ્યોરન્સ કંપનીએ મૃતક વ્યક્તિનો વીમો ઉતારવા બદલ વીમા બ્રોકર કંપનીના કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ICICI Prudential Insurance Companyના રિલેશનશિપ મેનેજરે જણાવ્યું કે D2C Insurance Broking Pvt. Ltd. સાથેના કરાર હેઠળ, તેમના એક કર્મચારીએ તાજેતરમાં મૃત્યુ પામેલા રાકેશ પ્રતાપભાઈ પટેલિયાના નામે વીમો ઉતાર્યો હતો. બ્રોકર કંપનીએ તમામ કાગળોની ચકાસણી કર્યા બાદ વીમો મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે વીમાધારકનું બે મહિના અગાઉ જ મૃત્યુ થયું હતું. આ વિશ્વાસઘાત બદલ કાર્યવાહી હાથ ધરાઈ છે.