જમ્મુ-કાશ્મીરના રામબનમાં કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળ્યા
જમ્મુ-કાશ્મીરના રામબનમાં કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળ્યા
Published on: 23rd September, 2026

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના બટોટ વિસ્તારમાં એક કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. હેડ કોન્સ્ટેબલ ફરીદ અહેમદ અને SGCT મોહમ્મદ યાકૂબ કારમાં બેભાન મળી આવ્યા હતા, જેને સ્થાનિક લોકો રામબનની જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાથી પોલીસ વિભાગ અને મૃતકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.