ખેરાલુમાં ઓવરલોડ ડમ્પર સામે RTOની કાર્યવાહી
ખેરાલુમાં ઓવરલોડ ડમ્પર સામે RTOની કાર્યવાહી
Published on: 08th June, 2026

ખેરાલુ અને આસપાસના વિસ્તારોમાં બેફામ ચાલતા ઓવરલોડ ડમ્પરો સામે મહેસાણા RTO તંત્રએ સખત કાર્યવાહી કરી છે. 'સંદેશ'ના અહેવાલ બાદ RTO જાગ્યું અને અચાનક ચેકિંગ હાથ ધર્યું, જેના પગલે નિયમભંગ કરનારા ડમ્પર માલિકો અને ભૂમાફિયાઓમાં ભયનો માહોલ છે. ચેકિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ માલ ભરેલા 4 ડમ્પરો પાસેથી રૂ. 40,000 દંડ વસૂલ્યો, જ્યારે એક ડમ્પરને ડિટેઈન કરી રૂ. 88,000નો દંડ ફટકાર્યો. આમ, કુલ રૂ. 1,28,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો.