મહીસાગર નળ સે જળ કૌભાંડ: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ મનહર પટેલ સહિત બે ઝડપાયા
મહીસાગર નળ સે જળ કૌભાંડ: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ મનહર પટેલ સહિત બે ઝડપાયા
Published on: 08th June, 2026

રાજ્યની મહત્વાકાંક્ષી 'નળ સે જળ' યોજનામાં મહીસાગર જિલ્લામાં થયેલા અંદાજે રૂ. 123 કરોડના કૌભાંડમાં વડોદરા CID ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. CID ક્રાઈમે લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર જેઠાભાઈ પટેલની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ઉમ્બેર ગામની પાણી પુરવઠા યોજનામાં રૂ. 67 લાખની નાણાકીય ગેરરીતિ કરનાર કોન્ટ્રાક્ટર હરીશ રામજીભાઈ પટેલની પણ ધરપકડ કરાઈ છે, જેના પગલે ભારે ચકચાર મચી ગઈ છે.