ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને?
ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને?
Published on: 21st August, 2026

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં અમૂલ મસ્તી દહીંના અસલી અને નકલી પેકેજિંગ વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. વીડિયોમાં, ઓનલાઈન ઓર્ડર કરાયેલા દહીંના પેકેટમાં "મસ્તી" લોગો અને "DAHI" શબ્દના લખવાની સ્ટાઈલ, જગ્યા અને રંગમાં સૂક્ષ્મ તફાવતો જોવા મળ્યા છે. આ વીડિયોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ પરથી ખરીદી કરતી વખતે પેકેજિંગને ધ્યાનથી ચકાસવા માટે સતર્ક કરવાનો છે, કારણ કે નકલી ઉત્પાદનોના સપ્લાયની શક્યતા છે.