સુરતના ભાગળથી વરાછા સુધી માવા વિક્રેતાઓને ત્યાં પાલિકાના દરોડા
સુરતના ભાગળથી વરાછા સુધી માવા વિક્રેતાઓને ત્યાં પાલિકાના દરોડા
Published on: 24th August, 2026

સુરત પાલિકાનું આરોગ્ય તંત્ર વરાછાની શીતલ રેસ્ટોરન્ટમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સક્રિય થયું છે. આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને, ભેળસેળયુક્ત અથવા અખાદ્ય માવાનો વેપાર અટકાવવા માટે આરોગ્ય વિભાગે શહેરભરમાં માવા વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરી છે. ભાગળ, વરાછા, રાંદેર, ઉન અને કતારગામ જેવા વિસ્તારોમાં 12 ટીમોએ કાર્યવાહી કરી, જેમાં 15 માવાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. તહેવારોના દિવસોમાં માવાની માંગ વધતી હોવાથી, તેની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આ ઝુંબેશ હાથ ધરાઈ છે.