NEET પેપર લીક: NTA પેનલ શિક્ષિકા માસ્ટરમાઇન્ડ, 9 આરોપી ઝડપાયા.
NEET પેપર લીક: NTA પેનલ શિક્ષિકા માસ્ટરમાઇન્ડ, 9 આરોપી ઝડપાયા.
Published on: 16th May, 2026

NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIએ પુણેની વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેની દિલ્હીથી ધરપકડ કરી છે. તેઓ NTA પેનલની સભ્ય હતા અને પેપર લીકના માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. મંડહરે અને પુણેની મનીષા વાઘમારેએ મળી વિદ્યાર્થીઓને વિશેષ કોચિંગ આપી પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ છે. CBIએ દેશભરમાં 6 સ્થળોએ દરોડા પાડી અનેક સામાન જપ્ત કર્યો છે, અને અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર પી.વી. કુલકર્ણીનો પણ સમાવેશ થાય છે. NEETની ફરી પરીક્ષા 21 જૂને યોજાશે.