રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ.
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ.
Published on: 17th May, 2026

પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાથી દેશની તેલ રિફાઈનરીઓને થયેલી રાહત ડોલર સામે રૂપિયામાં હવે પછીની કોઈપણ નબળાઈથી ધોવાઈ જશે એમ એસબીઆઈ ઈકોરેપના એક અહેવાલમાં જણાવાયું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા ૩નો વધારો કરાતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેમની અન્ડર રિકવરીમાં રૂપિયા ૫૩૦૦૦ કરોડ જેટલી રાહત થશે. વર્તમાન નાણાં વર્ષમાં તેલ રિફાઈનરીઓને થનારી અપેક્ષિત ખોટના આ રકમ પંદર ટકા જેટલી થવા જાય છે.