પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું: NIA
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું: NIA
Published on: 17th May, 2026

દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા ભીષણ હુમલાને લઇને તપાસ કરી રહેલી એનઆઇએ દ્વારા 10 આરોપીઓની સામે 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં અનેક મોટા ખુલાસા થયા છે, એનઆઇએએ કોર્ટને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં સક્રિય આતંકીઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં ગઝવા-એ-હિન્દનું મોટું કાવતરું ઘડી રહ્યા છે. આ બ્લાસ્ટમાં સામેલ તમામ આતંકીઓ શિક્ષિત છે. અંસાર ગઝવત ઉલ હિન્દ નામના આતંકી સંગઠન દ્વારા ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે.