પાલનપુરના કાર શોરૂમમાં ફર્નિચર કારીગર જ ચોર નીકળ્યો
પાલનપુરના કાર શોરૂમમાં ફર્નિચર કારીગર જ ચોર નીકળ્યો
Published on: 08th June, 2026

પાલનપુરના એક કાર શોરૂમમાંથી 1.58 લાખ રૂપિયાથી વધુની ચોરીના ગુનામાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ જોવા મળ્યો જે અગાઉ શોરૂમમાં ફર્નિચરનું કામ કરતો હતો. પૈસાની તાતી જરૂરિયાત હોવાથી તેણે આ ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે ધનસીંગ હમીરસીંગ રાજપુત નામના આરોપીની ધરપકડ કરી, જેની પાસેથી મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ રકમ કબજે કરાઈ છે. અન્ય એક આરોપી વિક્રમપુરી જગનપુરી ગૌસ્વામી હાલ ભુજ જેલમાં બંધ છે, જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.