સોશિયલ મીડિયા પર ઓનલાઈન ખરીદી કરતા પહેલા સાવધાન
સોશિયલ મીડિયા પર ઓનલાઈન ખરીદી કરતા પહેલા સાવધાન
Published on: 22nd September, 2026

અમદાવાદના દરિયાપુરમાં બેન્કમાં નોકરી કરતી એક 29 વર્ષીય યુવતી સાથે 81,000 રૂપિયાનો સાયબર ફ્રોડ થયો છે. ઇન્સ્ટાગ્રામ પરથી હેર રીમૂવર મશીન મંગાવ્યું, પણ પાર્સલમાં બેટરી નીકળતાં ઓનલાઈન કસ્ટમર કેરનો સંપર્ક કર્યો. ઠગે WhatsApp વીડિયો કોલ કરી યુવતી પાસે સ્ક્રીન શેર કરાવીને તેના મોબાઈલમાં Customer.in APK નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી. આનાથી મોબાઈલ હેક કરીને બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ 81,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા.