સાવધાન! ઓનલાઇન ખરીદીમાં ભણેલી-ગણેલી યુવતી પણ ગુમાવી બેઠી 81,000 રૂપિયા
સાવધાન! ઓનલાઇન ખરીદીમાં ભણેલી-ગણેલી યુવતી પણ ગુમાવી બેઠી 81,000 રૂપિયા
Published on: 22nd September, 2026

અમદાવાદમાં દરિયાપુરમાં રહેતી એક બેંક કર્મચારી યુવતી સાથે 81,000 રૂપિયાનો સાયબર ફ્રોડ થયો છે. યુવતીએ Instagram પરથી હેર રીમૂવર મશીન ઓર્ડર કર્યું હતું, પરંતુ પાર્સલમાં બેટરી નીકળતા કસ્ટમર કેરનો સંપર્ક કર્યો. ત્યારબાદ, એક ઠગે WhatsApp પર વીડિયો કોલ કરીને યુવતીને સ્ક્રીન શેર કરવાનું કહેતા, તેના મોબાઈલમાં Customer.in APK નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી. આ રીતે મોબાઈલ હેક કરીને યુવતીના બે બેંક ખાતામાંથી કુલ 81,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા.