સુરતના શ્યામ સંગીનીમાં ડિંડોલીના વિનોદ સાવલેએ આગ લગાડી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ
સુરતના શ્યામ સંગીનીમાં ડિંડોલીના વિનોદ સાવલેએ આગ લગાડી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ
Published on: 19th September, 2026

સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી આગજનીની ઘટનામાં પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ડિંડોલીના વિનોદ સાવલે નામની વ્યક્તિ પર શંકા છે, જે હાલ ફરાર છે. પોલીસે 7 કિલોમીટર વિસ્તારના 1 હજારથી વધુ CCTV ફૂટેજ તપાસી આરોપીની ઓળખ કરી છે. આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. પોલીસની ટીમે તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને તે મહારાષ્ટ્ર તરફ ગયો હોવાની શંકા છે.