શારજાહમાં કર્ણાટકના વ્યક્તિની કારમાંથી મળ્યા મૃતદેહના 9 ટૂકડા
શારજાહમાં કર્ણાટકના વ્યક્તિની કારમાંથી મળ્યા મૃતદેહના 9 ટૂકડા
Published on: 23rd September, 2026

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના શારજાહમાં બે મહિના પહેલાં કર્ણાટકના એલ્વિન પ્રકાશ કુંદાર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ એક કારમાં નવ ટુકડામાં મળી આવ્યો હતો. મૃતકના ભાઈ અનિલ પ્રશાંત કુંદારે શારજાહ પોલીસને ગુમ થયાની જાણ કરી હતી, જેના પગલે તપાસ શરૂ થઈ. એલ્વિન છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર કામ કરતો હતો. ઓમાન તરફ જતા રસ્તા પરથી મળી આવેલી કારમાં મૃતદેહના ટુકડા મળ્યા હતા. પરિવાર હાલ ઉડુપી પોલીસ પાસે છે અને વધુ તપાસ શારજાહ પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે.