જામનગરમાં પુત્રએ નશામાં ધૂત પિતાને પોલીસને સોંપ્યા
જામનગરમાં પુત્રએ નશામાં ધૂત પિતાને પોલીસને સોંપ્યા
Published on: 08th October, 2026

જામનગર શહેરના શિવમ રેસીડેન્સી વિસ્તારમાં રહેતા સાગરભાઈ લખીયર (ઉ.વ.26)એ તેમના પિતા ઉમેદભાઈ વલ્લભભાઈ લખીયર દારૂના નશામાં ઝઘડો કરતા હોવાથી કંટાળીને 112 નંબર પર ફોન કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ઉમેદભાઈને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં પ્રાથમિક તપાસમાં તેઓ દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) અને 85(1) મુજબ ગુનો નોંધી ઉમેદભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.