જૂનાગઢ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરનારા 200 વેપારીઓ પાસેથી દંડ
જૂનાગઢ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરનારા 200 વેપારીઓ પાસેથી દંડ
Published on: 02nd August, 2026

જૂનાગઢ મહાનગરપાલિકાએ જુલાઈ માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને ગંદકી ફેલાવવા બદલ ચા-કોફી, ખાણીપીણી, કોલ્ડ્રીંકસ તથા પાનની દુકાનોમાં કડક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા 200 જેટલા વેપારીઓ પાસેથી કુલ રૂ.1,42,400 નો દંડ વસૂલવામાં આવ્યો છે. 120 માઈક્રોનથી નીચું પ્લાસ્ટિક અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે ચોમાસામાં ગટરો ચોકઅપ થવાની સમસ્યાને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી કરાઈ છે. આગામી સમયમાં પણ આ પ્રકારની દંડનીય કાર્યવાહી ચાલુ રહેશે.