સુરત BRTS એજન્સીઓ JBM ને રૂ.21 કરોડ અને હંસા ટ્રાવેલ્સને રૂ.50 લાખનો દંડ!
સુરત BRTS એજન્સીઓ JBM ને રૂ.21 કરોડ અને હંસા ટ્રાવેલ્સને રૂ.50 લાખનો દંડ!
Published on: 11th September, 2026

સુરત મહાનગરપાલિકા (SMC) એ BRTS બસ સેવાઓના સંચાલનમાં બેદરકારી બદલ JBM, હંસા ટ્રાવેલ્સ અને ઇવે ટ્રાન્સ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરી છે. બસ સમયસર ન ચાલવી, ઓછી ટ્રીપ મારવી અને વારંવાર બ્રેકડાઉનને કારણે મુસાફરોને થતી હાલાકીના પગલે ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ આદેશ કર્યો છે. JBM ને રૂ.21 કરોડ, હંસા ટ્રાવેલ્સને રૂ.50 લાખ અને ઇવે ટ્રાન્સને રૂ.1.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી બેદરકારી પર વધુ કડક પગલાંની ચેતવણી આપવામાં આવી છે.