વડોદરા અટલ ગાર્ડનમાં સોલાર ટ્રી સ્થાપનનો સ્થાનિકો દ્વારા વિરોધ
વડોદરા અટલ ગાર્ડનમાં સોલાર ટ્રી સ્થાપનનો સ્થાનિકો દ્વારા વિરોધ
Published on: 11th September, 2026

વડોદરાના અટલાદરા સ્થિત અટલ ગાર્ડનમાં સોલાર સિસ્ટમ સ્થાપવાની કામગીરી દરમિયાન સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. રહેવાસીઓનો આરોપ છે કે ગાર્ડનમાં ઉપલબ્ધ જગ્યાનો ઉપયોગ બાળકો અને નાગરિકો માટે ચાલવા-ફરવા માટે થાય છે, અને સોલાર પેનલ લગાવવા માટે અન્ય યોગ્ય જગ્યા ઉપલબ્ધ હોવા છતાં, આ મહત્વપૂર્ણ વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય સામે સ્થાનિકોએ વાંધો ઉઠાવી કામગીરી અટકાવી દીધી છે.