સુરતમાં શેરબજારમાં 15 લાખ ડૂબતાં યુવકનું અપહરણ
સુરતમાં શેરબજારમાં 15 લાખ ડૂબતાં યુવકનું અપહરણ
Published on: 08th October, 2026

સુરતના અડાજણ વિસ્તારમાં શેરબજારમાં 15 લાખ રૂપિયા ગુમાવનાર યુવકનું અપહરણ થયું. આરોપીઓએ 30 લાખની ખંડણી માંગી અને તેને મહારાષ્ટ્રના સુપા ગામ પાસે લઈ ગયા. પોલીસે 200થી વધુ CCTV ફૂટેજ ચકાસી, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મહારાષ્ટ્ર હાઈવે પર વોચ ગોઠવી. ગુજરાત પોલીસે મહારાષ્ટ્રના સુપા ગામ પાસેથી અપહૃત યુવકને હેમખેમ છોડાવી, પુણેના રહેવાસી રવિરાજ પાટીલ, અમોલ ખરમાળે અને મયુર શિંદે નામના 3 આરોપીઓની ધરપકડ કરી. અપહરણમાં વપરાયેલી કાર પણ જપ્ત કરાઈ. ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ.