ભરૂચમાં ગેરકાયદે માટી ખનન ઝડપાયું
ભરૂચમાં ગેરકાયદે માટી ખનન ઝડપાયું
Published on: 19th June, 2026

ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટરના આદેશ બાદ ખનીજ ચોરી સામે ઝુંબેશ તેજ બની છે. ભરૂચ-વાગરા SDM મનીષા માનાણી અને તેમની ટીમે હરીનગર, વાગરા અને વસ્તીખંડાલી ગામોમાં ત્રણ સ્થળોએ ગેરકાયદે માટી ખનનના કૌભાંડો ઝડપી પાડ્યા છે. આ સ્થળોએ સરકારી જમીનમાં અને લીઝની પરવાનગી કરતા વધુ પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થયું હતું. SDM મનીષા માનાણીએ ખનિજ વિભાગને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ GPS માપણી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે.