સિંહોની સુરક્ષા માટે NH351K પર બનશે એલિવેટેડ કોરિડોર અને અન્ડરપાસ
સિંહોની સુરક્ષા માટે NH351K પર બનશે એલિવેટેડ કોરિડોર અને અન્ડરપાસ
Published on: 19th June, 2026

વિકાસ હવે વનરાજોની અવરજવરમાં અંતરાય નહીં બને. બગસરા-ઉના NH351K ફોર લેન પ્રોજેક્ટ અંતર્ગત, ફોરેસ્ટ વિભાગે સિંહોના કોરિડોરના મેપિંગ બાદ ચોક્કસ સ્થળો પર એલિવેટેડ હાઈવે અને સ્પેશિયલ ડિઝાઇન કરેલા અન્ડરપાસ બનાવવાનું સૂચન કર્યું છે. જ્યાં એલિવેટેડ હાઈવે શક્ય નથી ત્યાં આ અન્ડરપાસ વન્યજીવોને સુરક્ષિત અવરજવર પૂરી પાડશે. સાઉન્ડપ્રુફ ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરાશે જેથી વાહનોનો ઘોંઘાટ જંગલમાં ન ફેલાય. આ પહેલ ગીરના સિંહોની સુરક્ષા અને આનુવંશિક જોડાણ જાળવવામાં મદદરૂપ થશે.