સાવલી તાલુકાના વાસણા કોતરીયાના યુવાનનો મૃતદેહ ખાખનપુરા કેનાલમાંથી મળ્યો
સાવલી તાલુકાના વાસણા કોતરીયાના યુવાનનો મૃતદેહ ખાખનપુરા કેનાલમાંથી મળ્યો
Published on: 08th June, 2026

સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં વાસણા કોતરીયા ગામના 29 વર્ષીય રાજુ લક્ષ્મણ વાળંદ, જેઓ નોકરી જવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયા હતા, તેમનો મૃતદેહ આજરોજ આણંદ જિલ્લાની ખાખનપુરા કેનાલમાંથી મળી આવ્યો છે. તેમની મોટરસાઇકલ અને મોબાઇલ પણ કેનાલ પાસે મળ્યા હતા. મંજુસર પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ કરાવવા અને મોતનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.