પાદરા પોલીસે રાજસ્થાનથી પ્રોહિબિશનના ફરાર આરોપીને ઓપરેશન પરાક્રમ હેઠળ દબોચ્યો
પાદરા પોલીસે રાજસ્થાનથી પ્રોહિબિશનના ફરાર આરોપીને ઓપરેશન પરાક્રમ હેઠળ દબોચ્યો
Published on: 22nd June, 2026

પાદરા પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત બે વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેન્દ્રગીરી ગોસ્વામીને રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડ્યો છે. Police Inspector પી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ, P.S.I. આર.એસ. મોભે ટેકનિકલ એનાલિસિસ અને સોશિયલ મીડિયા સર્વેલન્સ દ્વારા આરોપીનું લોકેશન મેળવી રાજસ્થાન પહોંચી, વસતી ગણતરી કર્મચારી તરીકે વેશપલટો કરીને આરોપીને શોધી કાઢ્યો. આ સફ્ળ કાર્યવાહીમાં ટેકનિકલ અને ફિલ્ડ સ્તરે અપનાવેલી વ્યૂહરચનાએ મહત્વની ભૂમિકા ભજવી.