હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત
હિટ એન્ડ રનથી ગુજરાતમાં એક જ વર્ષમાં 1090 લોકોના મોત
Published on: 22nd June, 2026

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એક ચિંતાજનક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, વર્ષ 2024 માં રાજ્યમાં હિટ એન્ડ રનની 1902 ઘટનાઓ બની, જેમાં 1090 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનાઓમાં 883 લોકોને ગંભીર અને 343 લોકોને સામાન્ય ઈજાઓ થઈ. હિટ એન્ડ રનની ઘટનાઓમાં મૃત્યુદર 59% થી વધુ છે, જે અત્યંત ચિંતાજનક છે. વાહનચાલકોની બેદરકારી, નબળું CCTV નેટવર્ક અને રાત્રિ પેટ્રોલિંગના અભાવે ગુનેગારો સરળતાથી છટકી જાય છે. રોડ સેફ્ટી વિભાગે કડક કાયદા અને નિયંત્રણોની ભલામણ કરી છે.