જામનગરના ધ્રોળમાં મોબાઇલ ઝઘડામાં કાકા પર લાકડી-ઢીકાપાટુનો હુમલો
જામનગરના ધ્રોળમાં મોબાઇલ ઝઘડામાં કાકા પર લાકડી-ઢીકાપાટુનો હુમલો
Published on: 22nd August, 2026

જામનગર જિલ્લાના ધ્રોળ નજીક મોરાણા ગામે મોબાઇલ બાબતે થયેલા ઝઘડામાં ભત્રીજાને શાંત પાડવા ગયેલા કાકા પર એક શખ્સે લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં કાકાને ડાબા ગાલ પાસે ફ્રેક્ચર જેવી ઈજા, જમણા હાથની કોણી અને ડાબા પગના સાથળના ભાગે મૂઢ ઈજા તેમજ ગુપ્તાંગના ભાગે લોહી ભરાઈ જવા જેવી ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તને સારવાર માટે જામનગર G.G. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.