આનંદ નિકેતન સ્કૂલમાં કન્સલ્ટન્ટ સહિત 4ની હકાલપટ્ટી
આનંદ નિકેતન સ્કૂલમાં કન્સલ્ટન્ટ સહિત 4ની હકાલપટ્ટી
Published on: 13th August, 2026

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચ મળવા અને મલાલા યુસુફના પુસ્તકને કારણે વાલીઓ તથા હિન્દુ સંગઠનના હોબાળા બાદ DEO રોહિત ચૌધરીએ શાળાને નોટિસ આપી હતી. શાળાએ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરી એજ્યુકેશન કન્સલ્ટન્ટ, બે સુપરવાઇઝરો અને કેન્ટીન ઇન્ચાર્જને નોકરીમાંથી છૂટા કર્યા છે. વિવાદિત પુસ્તક પરત ખેંચી નિયમિત પ્રાર્થના શરૂ કરાવી છે. સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી RTE રૂલ્સ-2012 મુજબ શાળાને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.