અમદાવાદના મેયર હિતેશ બારોટના હસ્તે 27 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
અમદાવાદના મેયર હિતેશ બારોટના હસ્તે 27 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
Published on: 05th September, 2026

અમદાવાદ શહેરમાં શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ’ યોજાયો. AMC સ્કૂલ બોર્ડ અને જિલ્લા પંચાયત શાળાના 27 ઉત્કૃષ્ટ શિક્ષકોને મેયર હિતેશ બારોટ દ્વારા પુરસ્કૃત કરાયા. આ સન્માન સમારોહમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. શૈક્ષણિક ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન અને નવીન પ્રવૃત્તિઓમાં અગ્રેસર શિક્ષકોને એવોર્ડ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપી બિરદાવવામાં આવ્યા. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, પ્રતિનિધિઓ અને શિક્ષણપ્રેમીઓ જોડાયા.