વડોદરાની MS યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના તમામ ક્લાસરુમ હવે સ્માર્ટ ક્લાસરૂમ બન્યા
વડોદરાની MS યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના તમામ ક્લાસરુમ હવે સ્માર્ટ ક્લાસરૂમ બન્યા
Published on: 06th September, 2026

એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી તેના તમામ ક્લાસરુમ સ્માર્ટ ક્લાસરૂમમાં રૂપાંતરિત કરીને યુનિવર્સિટીની પ્રથમ ફેકલ્ટી બની ગઈ છે. આ પરિવર્તન વિદ્યાર્થીઓના શિક્ષણના અનુભવમાં નોંધપાત્ર સુધારો કરશે. ફેકલ્ટી ડીન પ્રોફેસર સુનિતા શર્માએ જણાવ્યું કે, આઠ ક્લાસરુમને તબક્કાવાર રીતે સ્માર્ટ ક્લાસરૂમમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેમાં આધુનિક સુવિધાઓ જેવી કે AC, સ્માર્ટ બોર્ડ અને નવી બેન્ચીસનો સમાવેશ થાય છે. આનાથી ઓનલાઇન કોર્સ અને UGC ના SWAYAM તથા NPTEL જેવા વધારાના કોર્સમાં અભ્યાસ સરળ બન્યો છે.