છોટાઉદેપુરના નસવાડી B.Ed. કોલેજના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાત લીધી
છોટાઉદેપુરના નસવાડી B.Ed. કોલેજના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મુલાકાત લીધી
Published on: 04th July, 2026

તા. 2-7-26ના રોજ GSFC, વડોદરા ખાતે આયોજિત Vibrant Gujarat Regional Conference અંતર્ગત યોજાયેલા International Trade Fairની મુલાકાત સરકારી B.Ed. કોલેજ, નસવાડીના સેમેસ્ટર-3ના તાલીમાર્થીઓ અને સ્ટાફે લીધી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ, Innovation, Technology અને Startup ecosystem અંગે વ્યવહારુ સમજણ આપવાનો હતો. Trade Fairમાં દેશ-વિદેશની વિવિધ કંપનીઓના સ્ટોલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આધુનિક ટેક્નોલોજી, નવીન ઉત્પાદનો, અને ઉદ્યોગ વિકાસની તકો વિશે ઉપયોગી માહિતી મેળવી. SSIP અને સ્ટાર્ટઅપ માટે મળતી સરકારી સહાય વિશે પણ જાણકારી મેળવી, જે અત્યંત પ્રેરણાદાયી સાબિત થઈ.