શિક્ષણ સુધારણા માટે જેન-ઝીનું આંદોલન જરૂરી: ભાગવત
શિક્ષણ સુધારણા માટે જેન-ઝીનું આંદોલન જરૂરી: ભાગવત
Published on: 07th August, 2026

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નીટ પેપર લીક અને શિક્ષણ સુધારણા માટે જેન-ઝીના આંદોલનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં આંદોલન સંવાદનો એક માર્ગ છે અને નવી પેઢી વધુ પ્રમાણિક તથા દેશભક્ત છે. દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂર છે, જેના કારણે વિદ્યાર્થીઓએ આંદોલન કરવું પડ્યું. જેન-ઝી સવાલ પૂછે છે અને તેમને તાર્કિક જવાબ જોઈએ છે. શિક્ષણ પર GDPના ૬ ટકા ખર્ચની માંગણીનું પણ તેમણે સમર્થન કર્યું.