ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં 'પસ્તીદાનથી વિદ્યાદાન' અભિયાનનો પ્રારંભ કરાયો
ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં 'પસ્તીદાનથી વિદ્યાદાન' અભિયાનનો પ્રારંભ કરાયો
Published on: 05th June, 2026

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણ અને સેવાના સમન્વય સમાન 'પસ્તીદાનથી વિદ્યાદાન' અભિયાનનો પ્રારંભ ભાજપ યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા APMC ગોધરાના સહયોગથી કરાયો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ અંતરિયાળ અને વંચિત વિસ્તારોના બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનો છે. જાગૃત નાગરિકો પાસેથી ચોપડીઓ, પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી એકત્રિત કરી ગરીબ, હોનહાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવશે. આ અભિયાન દ્વારા ભવિષ્ય ઉજ્જવળ બનાવવા નાગરિકોને જોડાવા અપીલ કરાઈ છે.