સરકારી શાળાઓ ઉત્તમ સુવિધાઓ ધરાવે છે, તો ખાનગી શાળાઓનો ટ્રેન્ડ કેમ?
સરકારી શાળાઓ ઉત્તમ સુવિધાઓ ધરાવે છે, તો ખાનગી શાળાઓનો ટ્રેન્ડ કેમ?
Published on: 17th July, 2026

સરકાર કરોડો રૂપિયા ખર્ચીને સરકારી શાળાઓને સુવિધાયુક્ત બનાવે છે, જેમાં નિષ્ણાત શિક્ષકો અને અનેક મફત સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં, વાલીઓ ખાનગી શાળાઓમાં વધુ ફી ચૂકવીને શિક્ષણ અપાવવાનું પસંદ કરે છે. આ સામાજિક વિરોધાભાસ પાછળ અંગ્રેજી માધ્યમનો વધતો પ્રભાવ, સામાજિક પ્રતિષ્ઠા, દેખાદેખી, ડિજિટલ યુગનો પ્રભાવ અને અંગ્રેજીમાં ઉચ્ચ શિક્ષણ તથા રોજગારીની તકો જેવી અનેક બાબતો જવાબદાર છે. ખાનગી શાળાઓ દ્વારા બાળકના સર્વાંગી વિકાસ અને સ્પર્ધાત્મકતા પર ભાર મૂકવામાં આવે છે.