ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ રાઉન્ડ: 61,316 માંથી 33,993 બેઠકો ભરાઈ
ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ રાઉન્ડ: 61,316 માંથી 33,993 બેઠકો ભરાઈ
Published on: 25th June, 2026

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ડિગ્રી એન્જિનિયરિંગના પ્રથમ રાઉન્ડમાં ACPC દ્વારા 33,993 બેઠકો ફાળવવામાં આવી છે, જે ગયા વર્ષ કરતાં 3700 વધુ છે. રાજ્યની કુલ 61,316 બેઠકોમાંથી, સરકારી કોલેજોની તમામ 10,969 બેઠકો 100% ભરાઈ ગઈ છે. પ્રાઇવેટ કોલેજોમાં 48,140 માંથી 20,817 બેઠકો પર પ્રવેશ મળ્યો છે, જેના કારણે ઘણી બેઠકો ખાલી રહી છે. કમ્પ્યુટર સાયન્સ જેવી શાખાઓમાં વિદ્યાર્થીઓનો ક્રેઝ વધુ રહ્યો. 30 જૂન સુધીમાં ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવો પડશે. 1 જુલાઈથી બીજા રાઉન્ડ માટે ફરી રજીસ્ટ્રેશન શરૂ થશે.