પંચમહાલ શિક્ષણ વિભાગમાં ₹2.78 કરોડનું કૌભાંડ
પંચમહાલ શિક્ષણ વિભાગમાં ₹2.78 કરોડનું કૌભાંડ
Published on: 28th September, 2026

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના ‘સમગ્ર શિક્ષા’ પ્રોજેક્ટમાં ₹2.78 કરોડના કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં નામ ખુલ્યા બાદથી પોલીસ પકડથી દૂર રહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ગાયત્રીબહેન પટેલે પોતાની સામેની પોલીસ કાર્યવાહી રદ કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. રજા મૂકીને ભૂગર્ભમાં ઊતરી જતાં કાનૂની લડત તેજ બની છે. રજા પર ગયેલા DPEO સામે પોલીસ ગમે ત્યારે કાર્યવાહી કરી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.