મંદીપ ભંડારી CBSEના નવા ચેરમેન બન્યા
મંદીપ ભંડારી CBSEના નવા ચેરમેન બન્યા
Published on: 26th September, 2026

કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી મંદીપ કે ભંડારીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના ચેરપર્સન તરીકે નિયુક્ત કર્યા છે. ભંડારી 2001 બેચના AGMUT કેડરના IAS અધિકારી છે અને હાલમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. છેલ્લા ચાર મહિનામાં CBSEના ત્રીજા ચેરમેનની નિમણૂક થઈ છે. અગાઉ રાહુલ સિંહ અને ત્યારબાદ લોખંડે પ્રશાંત સીતારામને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ નિમણૂક ઑન-સ્ક્રીન માર્કિંગ (OSM) વિવાદ બાદ થઈ છે, જેમાં વિદ્યાર્થીઓની ફરિયાદો બાદ બોર્ડે પોતાની ભૂલ સ્વીકારી હતી.