વડોદરાની MS યુનિ.માં મોંઘવારીનો માર
વડોદરાની MS યુનિ.માં મોંઘવારીનો માર
Published on: 26th September, 2026

એમ.એસ.યુનિવર્સિટીમાં મોંઘવારીની અસર જોવા મળી રહી છે, જેના કારણે વિવિધ પરીક્ષા સંબંધિત ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે માર્કશીટમાં સુધારો, રિ-ચેકિંગ, રિ-એસેસમેન્ટ, ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે વધુ ફી ચૂકવવી પડશે. છેલ્લા કેટલાક વર્ષોથી ફીમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ વધારાને મંજૂરી આપી દીધી છે. ખાસ કરીને ૧૧ વર્ષથી જૂની ડુપ્લિકેટ ડિગ્રી માટેની ફીમાં નોંધપાત્ર વધારો થયો છે.