છોટાઉદેપુરની નસવાડી કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુરની નસવાડી કોલેજમાં આશીર્વાદના દીવડા કાર્યક્રમ યોજાયો
Published on: 26th September, 2026

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સ્થિત સરકારી બી.એડ્. કોલેજ અને ચુનિલાલ હિમ્મતભાઈ ભીલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાનના જન્મદિવસ અને સેવા-સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે, વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને મૌલિકતાને પ્રોત્સાહન આપવા માટે રંગોળી, પોસ્ટર મેકિંગ, ચિત્ર, અને નિબંધ સ્પર્ધા યોજાઈ. વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો. સાંજે કોલેજ દ્વારા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીવડા પ્રગટાવી પ્રસંગની ઉજવણી કરાઈ.