અમદાવાદની નારોલ ગુજરાતી શાળા ફરી વિવાદમાં: બાળમજૂરી કરાવતો વીડિયો વાયરલ
અમદાવાદની નારોલ ગુજરાતી શાળા ફરી વિવાદમાં: બાળમજૂરી કરાવતો વીડિયો વાયરલ
Published on: 14th August, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નારોલ ગુજરાતી શાળા નંબર 1/2 ફરી ચર્ચામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં 5 થી 6 વિદ્યાર્થીઓ શાળાના ડ્રેસમાં જ શાળાના ગેટ પાસે જાળી ફિટ કરવાનું કામ કરતા દેખાય છે. બાળકોએ જણાવ્યું કે "સરે કામ કરવાનું કહ્યું હતું". આ ઘટનાના એક દિવસ પહેલા જ શાળાના બાળકો ગંદુ પાણી પીતા અને હલકી ગુણવત્તાનું ભોજન લેતા હોય તેવા વીડિયો પણ વાયરલ થયા હતા. કોંગ્રેસ દ્વારા જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.