ભુજના વાયોર ઉ.મા. શાળામાં શિક્ષક અછત: વાલીઓએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી
ભુજના વાયોર ઉ.મા. શાળામાં શિક્ષક અછત: વાલીઓએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી
Published on: 13th July, 2026

અબડાસા તાલુકાની વાયોર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછત વર્તાઈ રહી છે. મંજૂર મહેકમ સામે માત્ર એક જ શિક્ષિકા 50 વિદ્યાર્થીઓને ભણાવી રહી છે, જે 40 ગામોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જી રહ્યું છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં, વાલીઓએ તાત્કાલિક શિક્ષકોની ભરતી નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ વિસ્તારમાં મોટા ઉદ્યોગો હોવા છતાં CSR પ્રવૃત્તિઓમાં શિક્ષણ ક્ષેત્રે સહયોગનો અભાવ જોવા મળે છે.