કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં  અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી
કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી
Published on: 05th June, 2026

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં  પ્રવેશ પરીક્ષા આપી હોવા છતા ગેરહાજર દર્શાવાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે એબીવીપીના કાર્યકરોએ બુધવારે દેખાવો કર્યા હતા અને આ દરમિયાન ડીન પર હુમલો કર્યો હતો.જેના વિરોધમાં આજે ફેકલ્ટીના અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી હતી.અધ્યાપકોએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ રાખી હતી.