પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રના પ્રારંભે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ
પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રના પ્રારંભે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ
Published on: 04th June, 2026

45 દિવસના ઉનાળાના વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં, પાદરા APMCના ડિરેક્ટર અલ્પેશભાઈ પટેલ અને તેમની ટીમે પાદરા તાલુકાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય રૂપે નિઃશુલ્ક ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું. દર વર્ષે વિવિધ સામાજિક કાર્યો કરતા અલ્પેશભાઈ પટેલ દ્વારા આ પહેલ કરાઈ છે, જેમાં વિદ્યાર્થી દીઠ છ નંગ ચોપડા આપવામાં આવ્યા. આ સેવા અભિયાનનો પ્રારંભ સ્માર્ટ ઈન્સ્યોરન્સની ઓફિસ, પાદરા ખાતેથી કરાયો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.