વડોદરાના પોરની શાળામાં ડ્રગ્સમુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન
વડોદરાના પોરની શાળામાં ડ્રગ્સમુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન
Published on: 11th July, 2026

વડોદરા શહેર નજીક પોર સ્થિત શ્રી સી સી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે તાજેતરમાં ડ્રગ્સમુક્ત ભારત અભિયાન અંતર્ગત NACIN, ભારત સરકારના એડિશનલ આસિસ્ટન્ટ ડિરેક્ટરવિનિય મહંતો, પ્રેમસિંગ, હિમાંશુ રાજ, પુરુષોત્તમ, અક્ષય, હર્ષ અને ભાવનાસીંગની ઉપસ્થિતિમાં ધો.8થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના 150થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સ મુક્તિ અને નાર્કોટ્રેક અંગે માર્ગદર્શન અપાયું હતું. જે પ્રસંગે ટ્રસ્ટી ચિરાગ પટેલ અને આચાર્ય હેતલ પટેલની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણને ડામવા તથા તેનાથી દૂર રહેવાના શપથ લેવડાવ્યા હતા.