L&T અને સ્કોર ફાઉન્ડેશન દ્વારા શ્રીપોર ટીંબી ગામે નવીન શાળા ભવનનું લોકાર્પણ
L&T અને સ્કોર ફાઉન્ડેશન દ્વારા શ્રીપોર ટીંબી ગામે નવીન શાળા ભવનનું લોકાર્પણ
Published on: 08th June, 2026

વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે આધુનિક સુવિધા સજ્જ નવનિર્મિત શ્રી પોરટીંબી પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને હસ્તાંતરણ સમારોહ યોજાયો. L&T એનર્જી હાઇડ્રોકાર્બન ઓનશોરના CSR કાર્યક્રમ હેઠળ અને સ્કોર ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત આ શાળા ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવા બનાવાઈ છે. મહાનુભાવો, L&T અને SCOREના પ્રતિનિધિઓ, શાળા પરિવાર, SMC સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો. નવી શાળામાં હવાદાર વર્ગખંડો, સ્વચ્છતા, શુદ્ધ પાણી, દિવ્યાંગમિત્ર રેમ્પ જેવી સુવિધાઓ છે.