શૂટિંગ વખતે નાકની વાળી ગળી ગઈ અભિનેત્રી શેહનાઝ ગિલ!
શૂટિંગ વખતે નાકની વાળી ગળી ગઈ અભિનેત્રી શેહનાઝ ગિલ!
Published on: 10th August, 2026

ફિલ્મ 'ઇશ્કનામા'ના શૂટિંગ દરમિયાન અભિનેત્રી શેહનાઝ ગિલ સાથે એક ડરામણી ઘટના બની, જ્યારે તેણે અજાણતાં પોતાની નોઝ રિંગ (નાકની વાળી) ગળી લીધી. શેહનાઝે આ BTS વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે ઉધરસ ખાતાં તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. તેના કો-એક્ટર સૌરભ સચદેવાએ પણ મદદ કરવાનો પ્રયાસ કર્યો. વીડિયો વાઇરલ થયા બાદ ચાહકોએ ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ શેહનાઝે સ્પષ્ટ કર્યું છે કે તે હવે સંપૂર્ણપણે ઠીક છે.