રણબીર-અરુણ ગોવિલ પહેલાં 9 વખત શ્રીરામ બન્યા હતા આ અભિનેતા!
રણબીર-અરુણ ગોવિલ પહેલાં 9 વખત શ્રીરામ બન્યા હતા આ અભિનેતા!
Published on: 10th August, 2026

બોલિવૂડમાં રણબીર કપૂરની આગામી 'રામાયણ' ફિલ્મ ચર્ચામાં છે, પરંતુ તે પહેલાં પણ ઘણા અભિનેતાઓએ ભગવાન રામનું પાત્ર ભજવ્યું છે. રામાનંદ સાગરની 'રામાયણ'ના અરુણ ગોવિલ જાણીતા છે, પણ શું તમે જાણો છો કે પ્રેમ અદીબે રણબીર અને અરુણ ગોવિલ પહેલાં 9 વખત મોટા પડદા પર ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું. તેમને 'સિલ્વર સ્ક્રીનના આદર્શ રામ' કહેવાતા હતા. તેમની 'રામ રાજ્ય' ફિલ્મ મહાત્મા ગાંધીએ પણ જોઈ હતી. તેમની લોકપ્રિયતા એટલી હતી કે લોકો ઘરોમાં તેમના ફોટા રાખી પૂજા કરતા હતા. 42 વર્ષની નાની વયે તેમનું નિધન થયું.