અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 6,400 લોકોએ બનાવી સૌથી મોટી માનવ રંગોળી!
અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં 6,400 લોકોએ બનાવી સૌથી મોટી માનવ રંગોળી!
Published on: 06th October, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા GMDC ગ્રાઉન્ડમાં 6,424 લોકોએ સમકાલીન મંડલા આર્ટ દર્શાવતી સૌથી મોટી માનવ રંગોળી બનાવી Asia Book of Recordsમાં સ્થાન મેળવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગીઓ રંગબેરંગી ટોપીઓ અને ગોળાકાર પટ્ટાઓમાં ગોઠવાયા હતા. આકાશમાંથી જોવા મળતો નજારો અત્યંત આકર્ષક હતો. આકૃતિની મધ્યમાં 'BHARAT' શબ્દ આલેખવામાં આવ્યો હતો. આયોજને શહેરીજનોમાં ઉત્સાહ જગાવ્યો અને અમદાવાદનું ગૌરવ વધાર્યું.