અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો ભવ્ય શુભારંભ
અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો ભવ્ય શુભારંભ
Published on: 21st September, 2026

જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજીમાં વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળા-2026નો ભવ્ય શુભારંભ થયો. રવિવારે, 4.37 લાખથી વધુ માઈ ભક્તોએ માતાજીનાં દર્શનનો લ્હાવો લીધો. પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે દિવ્ય રથનું પૂજન કરી મેળાનો શુભારંભ કર્યો. આ પ્રસંગે અનેક મહાનુભાવો, ટ્રસ્ટના વહીવટદાર અને પદાધિકારીઓ સહભાગી બન્યા હતા. ડ્રોન દ્વારા પુષ્પવર્ષા અને રથ ખેંચીને મહામેળાના સાત દિવસીય ધાર્મિક પર્વનો આરંભ કરાયો. રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા અને સુગમ દર્શન માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.