શું નીલમ પ્રેમ કરતી હતી પરિણિત ગોવિંદાને?
શું નીલમ પ્રેમ કરતી હતી પરિણિત ગોવિંદાને?
Published on: 14th September, 2026

80-90ના દાયકામાં અભિનેતા ગોવિંદાની ફિલ્મોની સફળતાની સાથે તેમની અંગત જિંદગીની ચર્ચાઓ પણ ખૂબ રહેતી હતી. ગોવિંદાનું અફેર ઘણી હિરોઈનો સાથે ચર્ચામાં રહ્યું, પરંતુ સૌથી વધુ ચર્ચામાં નીલમ રહી. નીલમ અને ગોવિંદાએ સાથે મળીને ઘણી હિટ ફિલ્મો આપી હતી. હવે, નીલમે પોતાના પતિ સમીર સોની સાથે મળીને ગોવિંદા સાથેના સંબંધો પર ખુલીને વાત કરી છે. નીલમે જણાવ્યું કે તે સમયે તે ખૂબ નાની હતી અને ગોવિંદા પરિણિત છે તેની જાણ પણ તેને મોડેથી થઈ હતી.